મોરબીએક કલાક પહેલા
કૉપી લિંક
મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમ ગત મોડી સાંજે એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે રાજસ્થાની શખ્સને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબીમાં ડ્રગ્સની બદી ફેલાતી હોવાની ચર્ચાઓ વચ્ચે મોરબી એલ.સી.બી ટીમને બાતમી મળી હતી. કે મૂળ રાજસ્થાનનાં બાડમેર જિલ્લાનો વતની અને હાલ વાંકાનેર તાલુકાના ભાયાંતી જાંબુડિયા ગામ નજીક આવેલી ફેક્ટરીમાં રહી કામ કરતા ઓમપ્રકાશ વેચાણ માટે ડ્રગ્સનો જથ્થો મંગાવીને રાખેલો છે.
જેથી એલ.સી.બી ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં 130 ગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત અંદાજે 13.50 લાખ જેટલી થાય છે અને પ્રાથમિક તપાસમાં આ જથ્થો વેચાણ માટે મંગાવ્યો હતો. બાડમેરથી પોતાની સાથે લાવ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. ત્યારે આ જથ્થો કોની પાસેથી આવ્યો હતો. મોરબી જિલ્લામાં કોને આપવાનો હતો. જેની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
અન્ય સમાચારો પણ છે…