Gujarati NewsLocalGujaratKutchTrailer Rammed Into Kutch Border Range IG’s Bungalow For Second Time In A Month, Fortunately No Casualties, Damage To Wall
કચ્છ (ભુજ )એક કલાક પહેલા
કૉપી લિંક
ભુજ શહેરના પ્રવેશદ્વાર સમાં આરટીઓ રોડ પર આવેલા કચ્છ બોર્ડર રેન્જ આઈજીના બંગલોમાં ફરી એક વખત માલવાહક ટ્રેલર ઘુસી જતા ભારે નુકસાન સર્જાયું હતું. પોલીસ મહાનિર્દેશકના બંગલોમાં લોખંડના સળીયા ભરીને પુરપાટ આવતું ટ્રેલર ધડાકાભેર બંગલોની દિવાલ તોડી પરિસર સુધી ઘસી જતા ભારે અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે નજીકમજ બંગલો બહાર સમારકામ કરી રહેલા શ્રમજીવી લોકોનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો, પરંતુ જિલ્લામાં બેફામ દોડતા વાહનોના કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોથી આરટીઓ તંત્રની ઉદાસીનતા સામે લોકરોષ જોવા મળ્યો હતો.
કામદારોમાં ભાગદોડ મચીઆજે શનિવાર બપોરે 2.30 વાગ્યાની આસપાસ આરટીઓ સર્કલથી જિલ્લા ઉધોગ કેન્દ્ર તરફ પુરપાટ આવતું ટ્રેલર નંબર (GJ-12-BY-3663)અચાનક બેકાબુ બની માર્ગમાં આવતા આઈ.જીના બંગલામાં ધડાકાભેર ઘૂસી ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે એક માસ પૂર્વે પણ એક ટેન્કર બંગલોની દીવાલ સાથે અથડાયું હતું. તેના બાદ સલામતીના ભાગરૂપે બંગલો આગળ ચાલી રહેલા સમારકામ દરમિયાન ફરી અકસ્માતની ઘટના સર્જતાં કામદારોમાં ભાગદોડ મચી ગઇ હતી. આ સમયે આઈજી જે. આર. મોથલીયા બહાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અન્ય સમાચારો પણ છે…