જુનાગઢએક કલાક પહેલા
કૉપી લિંક
આરોપી શુભમ.
કેશોદ બસ ડેપોમાં સલામત સવારી એસટી હમારી સુત્ર સાથે કોઈ લેવાદેવા ન હોય એમ મોડી સાંજેથી રેઢાં રાજ હોવાથી આવારા તત્વો અને દારૂડિયાઓનું રાજ આવી જતાં મુસાફરોની સલામતી જોખમમાં મૂકાય છે. કેશોદના એક પરિવાર અમદાવાદ જવા માટે પ્લેટફોર્મ પર રાહ જોઈ રહ્યા હતા. ત્યારે દારૂડિયાએ હુમલો કરી ઈજાગ્રસ્ત કરતાં 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ફરિયાદી ચેતન સોલંકી.
કેશોદના અમદાવાદ જનાર મુસાફર ચેતન સોલંકી કેશોદ પોલીસ સ્ટેશનનાં 100 નંબર કંટ્રોલ રૂમમાં જાણ કરતાં તાત્કાલિક પોલીસ કાફલો બસ સ્ટેન્ડ પર દોડી આવ્યો હતો. કેશોદ બસ સ્ટેન્ડમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાનાં ફુટેજ તપાસી હુમલાખોર શુભમ નામના દારૂડિયાની ઓળખ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે…