બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા
બનાસકાંઠામાં ખેડૂતોએ વીજ કંપની સામે બાયો ચડાવી છે દિયોદર લાખણી કાંકરેજના ખેડૂતોની વીજ કંપનીની કનગડત મામલે મીટીંગ કરી વીજ કંપની સામે રોષ ઠાલવ્યો છે. જેમાં ખેડૂતો એ સમગ્ર મામલે દરેક સ્થાનિક ધારાસભ્યને રજૂઆત બાદ વીજ કંપનીની સામે ધરણા યોજવાની ચીમકી ઉચ્ચારી છે. વીજ કંપની દ્વારા દસ દસ ગાડીઓ સાથે પોલીસને પણ સાથે લાવી ખેડૂતોને હેરાન કરી રહ્યા છે એવો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જો ખેડૂતોને હેરાન કરવાનું બંધ નહીં કરે તો સોમવારે હજારોની સંખ્યામાં નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતો ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ અંગે સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે, અત્યારે બોડની તાના સાહી એટલે કાંકરેજ દિયોદર લાખણી અને ડીસા તાલુકા ના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે અત્યારે અમે ખુબજ હેરાન થઈ રહ્યા છીએ સરકાર ને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ તાનાસાહી બંદ કરે કારણ કે અત્યારે દસ દસ ગાડીઓ સાથે પોલીસ ને પણ લાવી અને ખેડૂતો ને હેરાન કરે છે એ બંદ કરે એના માટે અમે ધારાસભ્ય ને વાતચીત કરી છે એમને કીધું છે આ બંધ કરાવીશુ અમે સોમવાર સુધી રાહ જોઈએ છીએ જો સોમવાર સુધી આ તાનાસાહી બંદ નહિ થાઈ તો હજરો ની સંખ્યામાં નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપી ધરણા કરીશુ.
અન્ય સમાચારો પણ છે…