13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsઅપરાધગુજરાતદેશબિઝનેસમનોરંજનરમતગમતરાશી ભવિષ્યવિદેશહેલ્થ અને ફિટનેસ

ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ: પાટણનાં દ્વારકાધિશ મંદિરે દ્વિદિવસીય ધાર્મિક કાર્યક્રમોના પ્રારંભ સાથે વલ્લભ દ્રાર, ગૌવધૅન ગૌશાળા અને સિંહ સ્થાપનનું ઉદ્ઘાટન કરાયું

Gujarati NewsLocalGujaratPatanPatan’s Dwarkadhish Temple Inaugurated The Vallabh Drar, Gauvadhan Gaushala And Lion Installation With Two Days Of Religious Events.

પાટણએક કલાક પહેલા

પાટણ શહેરનાં શારદા સિનેમા પાસે આવેલ દ્વારકાધિશ મંદિરમાં નવિનીકરણ પામેલા વલ્લભ દ્વાર, ગૌશાળા તથા સિંહસ્થાપન અર્પણ વિધિ ઉદ્ઘાટન સમારોહ સહિત ના ધામિર્ક કાર્યક્રમ સાથે શનિવાર થી દ્રિદિવસીય પ્રસંગો નો ભકિત સભર માહોલમાં તૃતિય પીઠાધિશ્વર કાંકરોલી નરેશ યુવરાજ ડૉ. વાગીશકુમાર મહોદય,ગો.વેદાંત રાજાજી તથા સિધ્ધાંત રાજાજીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં હવેલી મંદિર માં સવારે યજમાનો ના હસ્તે યજ્ઞ યોજાયો હતો ત્યાર બાદ વલ્લભ દ્વાર,ગૌશાળા અને સિંહ સ્થાપનનું પૂજન કરી ઉદઘટન કરાયું હતું.

આ દ્વિદિવસીય કાર્યક્રમમાં આજનાં શનિવારનાં પ્રથમ દિવસે સવારે પુરૂષોત્તમ યાગ , બપોરે 12 વાગે રાજભોગમાં નંદ ઉત્સવ, સાંજે 5-00 વાગે કેસર સ્નાન, વચનામૃત, તથા સન્માન સમારંભ,સાંજે શયનમાં લગ્નનો મનોરથ તથા સંગીત સંધ્યા સહિત ના ધાર્મિક પ્રસંગ ઉજવવામાં આવશે. જયારે રવિવારે સવારે બ્રહ્મસંબંધ, બપોરે દુનવારાનો મનોરથ, સાંજે શોભાયાત્રાનું પ્રસ્થાન તથા સાંજે ગૌચારણનાં મનોરથમાં ઠાકોરજી ને ગૌશાળામાં પધરાવવાનો પ્રસંગ ઉજવવામાં આવનાર હોવાનું આયોજકો એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related posts

મહેસાણા અંબાજી પરામાં રહેતા રિક્ષા ચાલકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર

Prajashahi

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

cradmin

મહેસાણામાં ૫ વર્ષ પહેલા મંજૂરી વગર રેલી યોજવાના કેસમાં જિગ્નેશ મેવાણી સહિત ૧૦ આરોપીઓને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

Prajashahi