ભાવનગરએક કલાક પહેલા
કૉપી લિંક
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)નાં સંયુક્ત ઉપક્રમે એક્ષ્પોર્ટરો અને એક્ષ્પોર્ટ કરવા ઈચ્છતા ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન આવ્યું હતું.
એક્સપોર્ટરો અને એક્ષ્પોર્ટ થતા માલમાં સતત વધારોઆ સેમિનારમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ દિલીપભાઈ કમાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર જીલ્લો એક્ષ્પોર્ટ માટેનું હબ બને તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર સરકારનાં વિવિધ વિભાગો સાથે મળીને સતત પ્રયત્ન કરી રહેલ છે. ચાલુ વર્ષમાં એક્ષ્પોર્ટ અંતર્ગત આ છઠ્ઠો સેમીનાર છે. આ સહિયારા પ્રયત્નોનાં પરિણામ સ્વરૂપે ભાવનગર જીલ્લામાંથી દિવસે દિવસે એક્ષ્પોર્ટરો અને એક્ષ્પોર્ટ થતા માલમાં સતત વધારો થઇ રહ્યો છે તે આપણા સૌ માટે સુખદ બાબત છે.
ઇન્સેન્ટીવ વગેરે અંગે વિસ્તૃત માહિતી આપીફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશનનાં વેસ્ટર્ન ઝોનના હેડ જયપ્રકાશ ગોયલએ તેમના માહિતીસભર અને પ્રેરણાદાયી વક્તવ્યમાં એક્ષ્પોર્ટ કરવા ઈચ્છુક વ્યક્તિઓએ સૌ પ્રથમ IEC કોડ લેવો જરૂરી છે તેમ જણાવેલ. તે કોડ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની કચેરીમાંથી મળી શકે છે. આ IEC કોડ લેવા માટેની પ્રક્રિયા ખુબ સરળ છે અને તે અંગે જાણકારી આપેલ. આ IEC કોડની વેલિડિટી લાઇફટાઇમ હોય છે. IEC કોડ હોય તો જ એક્ષ્પોર્ટ માટેની સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી શકે. જયારે વર્તમાન એક્ષ્પોર્ટરો માટે ભારત સરકારની રોડટેપ, વિદેશમાં યોજાતા એક્ઝીબીશનમાં ભાગ લેવા માટે મળતા ઇન્સેન્ટીવ વગેરે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
વિદેશમાં મોકલવા માટેની સુવિધા ઉપલબ્ધપોસ્ટ વિભાગ-ભાવનગરનાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવ અભયદાન કુંચાલાએ એક્ષ્પોર્ટરો માટે પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ડાકઘર નિર્યાત કેન્દ્ર અંગે વિસ્તૃત જાણકારી આપતા જણાવેલ કે આ યોજના અંતર્ગત એક્ષ્પોર્ટ કરતા એકમો 35 કિલોગ્રામ વજન સુધીના પાર્સલ વિદેશમાં મોકલવા માટેની સુવિધા ઉપલબ્ધ છે. વક્તવ્યનાં અંતે રાખવામાં આવેલ પ્રશ્નોત્તરી શેશનમાં ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા પુછાયેલ પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તર વક્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે…