13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsઅપરાધગુજરાતદેશબિઝનેસમનોરંજનરમતગમતરાશી ભવિષ્યવિદેશહેલ્થ અને ફિટનેસ

ઉજવણીનું આયોજન: પાટણના ધાયણોજમાં જહુ માતાના મંદિરનો પાંચમો વાષિૅક પાટોત્સવ પવૅ ઉજવાશે

પાટણએક કલાક પહેલા

કૉપી લિંક

પાટણ નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા ધારણોજ ના શ્રી જહુ માતાજી મંદિર પરિસરનો પાંચમો વાર્ષિક પાટોત્સવ આગામી તારીખ પાંચમી ફેબ્રુઆરીને રવિવારના રોજ ભક્તિ સભર માહોલમાં ઉજવાનાર છે ત્યારે શ્રી જહુ માતાજી મંદિર પરિસર ખાતે ટ્રસ્ટી મંડળ સહિત સમસ્ત ગ્રામજનો, યુવાનો અને માઈભક્તો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

જહુ માતાજી મંદિર પરિસરના પાંચમા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસર ખાતે થી સવારે 10:00 કલાકે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે માતાજીની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામશે. તો મંદિર પરિસર ખાતે માતાજી સન્મુખ હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે.

આ પ્રસંગે ઉપસ્થિત રહેનારા ભાવિક ભક્તો માટે બપોરે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાશે. જહુ માતાજી મંદિર પરિસરના પાંચમા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રી ઓગડમહંત શ્રી 1008 બળદેવનાથજી મહારાજ દેવદરબાર જાગીરમઢ ખાસ ઉપસ્થિત રહી પોતાના રૂડા આશીર્વાદ પાઠવનાર હોવાનું શ્રી જહુ માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related posts

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

cradmin

મહેસાણા અંબાજી પરામાં રહેતા રિક્ષા ચાલકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર

Prajashahi

મહેસાણામાં એબીવીપીના ૩પ વિદ્યાર્થી કાર્યકરો વેકેશનમાં ૧૧,૫૦૦ ઘર ફરી કોરા પાના એકઠા કરી ૫૦૦૦ ચોપડા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને આપ્યા

Prajashahi