વડોદરા18 મિનિટ પહેલા
કૉપી લિંક
કબાટમાંથી તસ્કરોએ ચોરી કરી હતી.
વડોદરામાં રહેતા અને સાવલી નગરના ભાજપના પ્રભારીના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો તિજોરીમાં મૂકેલ લાઇસન્સવાળી 32 બોરની રિવોલવર, ઓસ્ટ્રેલિયા નિવાસી પુત્રનો પાસપોર્ટ અને રૂપિયા 32 હજાર રોકડ મળી કુલ્લે રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. પ્રભારી દીકરીના ઘરે ગયા હતા. જ્યારે પુત્ર માજી ધારાસભ્યની દીકરીના લગ્નમાં ગયો હતો. ત્યારે તસ્કરોએ પ્રભારીના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
શહેરના ડભોઇ રોડ સ્થિત બી/ 04, ગીતાંજલી સોસાયટીમાં રહેતા પ્રવિણચંદ્ર મોહનલાલ પંડ્યા એકલા રહે છે. તેમનો પુત્ર વિવેક દોઢ માસ પહેલાં ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે. અને તા. 8 ફેબ્રુઆરી 023ના રોજ પરત ઓસ્ટ્રેલિયા જવાનો છે. તેમની પરિણીત દીકરી આર.સી.દત્ત રોડ ઉપર તેના પરિવાર સાથે રહે છે.
પ્રવિણચંદ્ર પંડ્યાએ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ અનુસાર, તેઓ હાલ નિવૃત્ત જીવન વિતાવી રહ્યાં છે. તથા સાવલી નગરના પ્રભારી તરીકે સેવા આપી રહ્યાં છે. થોડા દિવસો પૂર્વે તેમનો પુત્ર ઓસ્ટ્રેલીયાથી પરત ઘરે આવ્યો હતો. જ્યાં ગત તા. 27 જાન્યુઆરીના રોજ સવારે તે બાલાશિનોર માજી ધારાસભ્યની દીકરીના લગ્ન પ્રસંગમાં ગયો હતો.
બપોરના 12 વાગ્યાની આસપાસ પ્રવિણચંદ્ર પંડ્યા ઘરને તાળુ મારી પ્રતાપનગર સ્થિત બેન્ક ઓફ બરોડામાં કામ અર્થે ગયા હતા. બાદમાં તેઓ આર.વી.દેસાઇ રોડ ખાતે રહેતી તેમની દિકરીને મળવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ રાતના પોણા નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારે ઘરના મુખ્ય દરવાજે મારવામાં આવેલુ તાળુ તુટેલી હાલતમાં જોતા ચોકી ઉઠ્યા હતા.
દરમિયાન, ઘરની અંદર તપાસ કરતા બેડરૂમમાં રહેલી લોખંડની તીજોરી અને તેની અંદરનુ લોકર પણ ખૂલ્લુ જોવા મળ્યું હતુ. જેમાં મુકેલી 32 બોરની લાયસાન્સ વાળી રિવોલ્વર તથા 31 હજાર રોકડા તેમજ ઓસ્ટ્રેલીયાથી આવેલા તેમના પુત્રનો પાસપોર્ટ પણ જોવા મળ્યો ન હતો. આથી આ બનાવની જાણ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરતાં પોલીસ દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી.
32 બોરની લાયસાન્સ વાળી રિવોલ્વરની ચોરી થઈ હતી
પ્રવિણચંદ્ર પંડયાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં રૂપિયા 31000 રોકડ, રૂપિયા 99840 ની કિમતની રિવોલવર અને પાસપોર્ટ મળી રૂપિયા 1,30, 840 નો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ચોરી કરનારની શોધખોળ હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં તેમજ ભાજપામાં ચકચાર મચાવી મૂકી હતી.
અન્ય સમાચારો પણ છે…