રાજકોટ12 મિનિટ પહેલા
રાજકોટ શહેરમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલ ડી.કે.એજ્યુવિલા નામની શાળામાં અભ્યાસ કરતી ધોરણ 7ની છાત્રા સાથે શિક્ષકે શારીરિક અડપલા કર્યાના આક્ષેપ સાથે છાત્રાના પરિવારજનોએ શાળાએ હોબાળો કર્યો હતો. આજે શાળામાં ફરીયાદ માટે ગયેલા છાત્રાના પરિવારજન અને પ્રિન્સિપાલ વચ્ચે રજુઆત દરમિયાન આમને-સામને બોલાચાલી થઇ હતી. જે દરમિયાન આચાર્યએ છાત્રાની માતા સાથે માથાકૂટ કરતા કહ્યું હતું કે,: ‘અમારી નહીં બધી શાળામાં આવું બને છે’
ડી.કે.એજ્યુવિલા નામની શાળામાં છાત્રા સાથે શિક્ષકે શારીરિક અડપલા કર્યાનો આક્ષેપ
દિવાળી બાદ અડપલાં કરવાનું પ્રમાણ વધી ગયુંઆ અંગે છાત્રાન માતાએ મીડિયાને જણાવ્યું હતું કે, શુક્રવારે મારી દીકરી જ્યારે શાળાએથી પરત ફરી ત્યારે ગુમસુમ અને રડમસ થઈ ગઈ હતી ત્યારે મેં તેને પૂછ્યું કે તેની સાથે શું બન્યું પરંતુ પ્રથમ તેણે કંઈ જણાવ્યું ન હતું ત્યારબાદ મેં તેને ફોસલાવીને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે સાગર વાઢેર નામના શિક્ષક દ્વારા તેને શારીરિક અડપલાં કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મારી દીકરી એવું પણ જણાવ્યું હતું કે દિવાળી બાદ અડપલાં કરવાનું પ્રમાણ વધી ગયું હતું.
શિક્ષક સાગર વાઢેર
કોઈના પણ બાળકોને આ શાળામાં પગ મૂકવા નહીં દઉંવધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે જ્યારે અમે શાળા તંત્રને જાણ કરીએ તો એ લોકો અમને સપોર્ટ કરવાને બદલે અમારો ઉધડો લઈ રહ્યા છે. એવું કહી રહ્યા છે કે તમારી પુત્રીએ આવું કર્યું છે. વિચારો સાતમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીને એવી ખબર પણ પડે કે આ કેટલી ગંભીર વસ્તુ છે. અમારી માત્ર એટલી જ માંગ છે કે આ મુદ્દે અમને ન્યાય મળવો જોઈએ. અમે આ અંગે પોલીસમાં પણ ફરિયાદ કરી છે અને હવે જ્યાં સુધી શાળા દ્વારા લેખિતમાં અમને એવું કહેવામાં નહીં આવે કે ભવિષ્યમાં પણ આ પ્રકારના બનાવ નહીં બને ત્યાં સુધી મારી દીકરી તો શું કોઈના પણ બાળકોને આ શાળામાં પગ મૂકવા નહીં દઉં.
ડી.કે.એજ્યુવિલા શાળાના આચાર્ય જાગૃતિબેન પાટડીયા
અમે ફરિયાદ દાખલ કરી છેજોકે સમગ્ર મામલે ડી.કે.એજ્યુવિલા શાળાના આચાર્ય જાગૃતિબેન પાટડીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, બાળકી સાથે આવું બન્યું તેની જાણ બાળકીએ અમને કરવાની જગ્યાએ તેના માતા-પિતાને કરી હતી અને તેના માતા પિતા મને ફોન કર્યો હતો. જે બાદ અમે CCTV કેમેરા ચકાસ્યા હતા અને તેમાં એવું સામે આવ્યું હતું કે અડપલા કરવામાં આવ્યા છે. તેથી અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી હતી.
અમારી પાસે CCTV પણ છે: આચાર્ય
સાગર વાઢેર વહેલા જતા રહ્યાવધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ શિક્ષકનું નામ સાગર વાઢેર છે અને તે છેલ્લા દોઢ-બે માસથી અમારી શાળામાં નોકરી કરે છે. સામાન્ય રીતે શાળાનો સમય 6:00 કલાકે પૂર્ણ થાય છે ત્યાં સુધી સ્ટાફ રોકાય છે પરંતુ એ દિવસે સાગર વાઢેર વહેલા જતા રહ્યા હતા. બાળકીએ અમને જો જાણ કરી હોત તો શાળા દ્વારા એક્શન લેવામાં આવ્યા હોત પરંતુ તેણે ડાયરેક્ટ તેના માતા-પિતાને જાણ કરી હતી.
શાળા તંત્ર અમને સપોર્ટ કરવાને બદલે અમારો ઉધડો લઈ રહ્યું છે: બાળકીની માતા
CCTV પોલીસને સુપ્રત કરી દીધાવધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે બાદ તેના માતા પિતાએ અમારો સંપર્ક કર્યો એટલે અમે અડધી કલાકની અંદર જ પોલીસના જાણકારી દીધી હતી. અને સાગર વાઢેર વિરોધ ફરિયાદ દાખલ કરી દીધી હતી અમારી પાસે CCTV પણ છે જે અમે પોલીસને સુપ્રત કરી દીધા છે. તેમાં નિહાળીએ તો એવું લાગી રહ્યું છે કે બાળકી સાથે અડપલા થયા છે.
સેટેલાઈટ ચોકમાં આવેલ ડી.કે.એજ્યુવિલા સ્કૂલ
CCTV ફૂટેજ દેખાડયા નથીઆ સમગ્ર મામલે હાલ પરિવારજનો દ્વારા એવો પણ આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે કે શાળા દ્વારા તેમને CCTV ફૂટેજ દેખાડવામાં આવી રહ્યા નથી.જો CCTV સામે આવે તો પણ સ્પષ્ટ થઈ શકે છે કે તેમની બાળકી સાથે અડપલા થયા છે પરંતુ શાળા તંત્ર એક જ વાત કર્યા કરે છે કે એ CCTV ફૂટેજ તેમણે પોલીસને આપી દીધા છે.
આ પ્રકારના બનાવ તો દરેક શાળામાં બને છેઆ ઉપરાંત જ્યારે શાળાના પટાંગણમાં બાળકીની માતા મીડિયા સાથે વાતચીત કરી રહી હતી ત્યારે પણ શાળાના પ્રિન્સિપાલ લાલચોળ થઈને પટાંગણમાં આવ્યા હતા અને છાત્રાની માતા સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ ઝઘડા દરમ્યાન તેમણે એવા પણ શબ્દો ઉચ્ચાર્યા હતા કે, ’35 વર્ષથી અમારી શાળા ચાલુ છે. અમારી શાળામાં ક્યારેય આવો બનાવો નથી બન્યો પરંતુ આ પ્રકારના બનાવતો દરેક શાળામાં બને છે તેમાં કંઈ નવું નથી’આચાર્યનું આવું મનસ્વી વલણ શિક્ષણ તંત્ર પર સવાલ પેદા કરે છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ મામલે પોલીસ દ્વારા શિક્ષક સાગર વાઢેર વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે
અન્ય સમાચારો પણ છે…