હાલોલ30 મિનિટ પહેલા
હાલોલ નજીક ટીંબી ગામે રામટેકરી ખાતે આવેલા આશ્રમના મહંત ક્રિષ્ન કુમાર શિવ વિશાલ ત્રિવેદી સામે ઘોઘંબાની એક મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જ્યાં મહંતે પોતાના બચાવ પક્ષમાં યોગ્ય તપાસ કરવા માટે પોલીસતંત્ર અને કોર્ટને અપીલ કરી હતી. ત્યાં હાલોલ રૂરલ પોલોસે મહિલાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહંતે ટીંબી ગામે ટેકરી ઉપર પોતાનું સ્થાનક બનાવ્યુંહાલોલ નજીક ટીંબી ગામે રહેતા મૂળ યુપીના બાંદા જિલ્લાના નરૈની તાલુકાના સૈમરી ગામના રહેવાસી અને છેલ્લા ઘણા વર્ષોથી અહીં વસેલા ક્રિષ્ન કુમાર શિવ વિશાલ ત્રિવેદી ધાર્મિક સેવાના કામો સાથે લોકોના નાના મોટા દુઃખો અને તકલીફોનું નિરાકરણ ધાર્મિક વિધિ અને અનુષ્ઠાન દ્વારા કરતા. અહીં ટીંબી ગામે આવેલી ટેકરી ઉપર પોતાનું સ્થાનક બનાવી એક નાના આશ્રમે આકાર લીધો છે. ગૌશાળા સાથે અહીં આવેલા હનુમાનજીના સ્થાનકે અનેક લોકો પોતાની તકલીફો લઈ આવતા હતા.
મહંતે સંતાન પ્રાપ્તિ થઈ જશે તેવી લાલચ આપી…ગત રોજ ઘોઘંબા તાલુકાના એક ગામે રહેતા અને લગ્નના 11 વર્ષ પછી પણ નિઃસંતાન રહેલુ દંપતી અહીં મહારાજ પાસે બાધા કરાવવા માટે આવ્યું હતું. મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે તેના પતિ સાથે અહીં આવી હતી અને અહીંના મહંતે પૂજા રૂમમાં તેને ધાર્મિક વિધિ માટે બોલાવી હતી અને તે દરમ્યાન તેના પતિને બહાર બેસવા માટે જણાવ્યું હતું. મહંતે સંતાન પ્રાપ્તિ થઈ જશે તેવી લાલચ આપી મહિલાનો નાડી પૂજા અને કોઠો સાફ કરવાના બહાને તેની સાથે અડપલા કર્યા હતા.
મહિલાએ બહેનેને જણાવતાં સમગ્ર મામલો સામે આવ્યોમહિલાએ વધુમાં જણાવ્યું છે કે, મહંતે આ અનુષ્ઠાન અંગે કોઈને કંઈપણ કહેવાની ના પાડી હતી. અન્યથા સંતાન પ્રાપ્તિ થશે નહીં તેવું કહ્યું હતું માટે મહિલા ચૂપ રહી હતી અને ઘરે જઈ આ તમામ હકીકત તેણીએ તેની બહેનને જણાવી હતી. ત્યારે તેની બહેને મહિલાના પતિને વાત જણાવી હતી, જેથી મહિલાનો પતિ મહિલા સાથે હાલોલ રૂરલ પોલીસ મથકમાં રામટેકરી વાળા મહંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મહંત વિરુદ્ધ 376 મુજબ બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી મહિલાને સરકારી હોસ્પિટલમાં મેડિકલ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે આઇ.ડબલ્યુ.આઈ.સીના પીઆઇએ તપાસ સંભાળી છે.
મહંતના પૂજા સ્થળની બાજુમાં મહંતનો પરિવાર રહે છેમહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જે સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે રામટેકરીના સ્થળે આવેલા મહંતના પૂજા સ્થળની બાજુમાં મહંતનો પરિવાર રહે છે. મહંતને પત્ની અને બે નાના સંતાનો છે. અહીં તેમની સાથે મહંતની બે સાળી અને સાળો પણ રહે છે. એ પૈકી એક સાળી પરિણીત છે. તેના બે સંતાનો પણ ઘટનાના દિવસે અહીં જ હોવાનું મહંતના પરિવારજનોએ જણાવ્યું હતું. ઘટનાના દિવસે મહંત સવારની પૂજામાં હતા, ત્યારે કેટલાક ભક્તો અહીં આવ્યા હતા અને તે પૈકી ઘોઘંબા તાલુકાનું આ દંપતી પણ આવ્યું હતું. આ દંપતી અવાર-નવાર અહીં આવતું હતું અને થોડા દિવસ પહેલાં તેઓએ મહંત પાસે અહીં હવન પણ કરાવ્યો હોવાનું જણાવ્યું હતું.
ઘટના સમયે મહંતનો પરિવાર ત્યાંજ હાજર હતોમહંત પૂજા રૂમમાં જ રહેતા હતા અને બાજુમાં આવેલી ઓરડીમાં મહિલાઓ અને નીચે ગૌશાળામાં આવેલી રૂમમાં સાળો અને અન્ય કોઈ મહેમાન રહેતા હતા. ઘટના સમયે મહંતની પત્ની બે સાળી અને ચાર નાના બાળકો ત્યાંજ હતા અને અન્ય છોકરીઓ પણ મહંતને મળવા આવ્યા હતા. તેઓ તમામ મળીને જતા રહ્યા હતા અને સાંજે કેટલાક ઈસમો હાથમાં લાકડીઓ લઈ ટેકરીએ આવ્યા હતા અને મહંતને ધમકાવી જતા રહ્યા હોવાનું તેઓના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે પોલીસે મહંતની અટકાયત કરી તપાસ કરતાં મહંતે પોતાના બચાવ પક્ષમાં જણાવ્યું હતું કે, આ ઘટનાની જીણવટ ભરી તપાસ થવી જોઈએ, જેથી હકીકત સામે આવે. મે કોઈ ગુનો કર્યો નથી, ફક્ત મને ફસાવવામાં આવી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે…