રાજકોટ22 મિનિટ પહેલા
કૉપી લિંક
ડો. શોભા મિશ્રાની ફાઈલ તસવીર
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ડો.શોભા મિશ્રાનું ગઇકાલે મોત થયાનું સામે આવતા સાચું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં પ્રાથમિક તારણ મુજબ ડો. શોભા મિશ્રાનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.
અંદરથી કોઇ પ્રતિસાદ મળ્યો નહીંરાજકોટ શહેરના રેસકોર્સ પાર્કમાં રહેતા મેડિકલ કોલેજના PSM વિભાગના વડા ડો. શોભા મિશ્રણ ઘરનું બારણું શુક્રવારે સવારથી ખુલ્યું ન હતુ ઇન્ટર્ની ડોક્ટર તરીકે ફરજ બજાવતી તેની પુત્રી ગોધરાથી ફોન કરતી હતી પરંતુ માતા શોભાબેનનો ફોન રિસીવ થતો નહોતો. અનેક પ્રયાસ થતાં માતા સાથે સંપર્ક નહીં થતાં પુત્રીએ પાડોશીને ફોન કરતા તેમણે બારણું ખટખટાવ્યું હતું પરંતુ અંદરથી કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો, કંઇક અજુગતું થયાની શંકા ઉઠતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા અને મેડિકલ કોલેજનો સ્ટાફ પણ ત્યાં દોડી ગયો હતો.
બારણું ખટખટાવ્યું હતું પરંતુ અંદરથી કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો
બે ધાબડા ઓઢીને સુતા હતાજે બાદ બારણું ખોલતાં જ ડો.શોભા મિશ્રા તેમના બેડ પર બે ધાબડા ઓઢીને સુતા હતા જો કે તે નિષ્પ્રાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે જાણ કરાતા પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટ મુજબ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે જો કે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પુત્રીએ પાડોશીને જાણ કરી હતી
વિદ્યાર્થીઓમાં પણ શોકની લાગણી ફેલાઈડો.શોભા મિશ્રાના નિધનની જાણ થતાં જ ગઇકાલે સાથી પ્રોફેસરો અને તબીબો ઈમરજન્સી વોર્ડ ખાતે દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ડો.શોભા મિશ્રા ઘણા લાંબા સમયથી પીડીયુ મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા અને તેમણે મેડિકલના અનેક વિદ્યાર્થીઓને તાલીમથી સજ્જ કર્યા છે ત્યારે તેમના અકાળે નિધનથી વિદ્યાર્થીઓમાં પણ શોક ફેલાઈ જવા પામ્યો છે.
અન્ય સમાચારો પણ છે…ચાઉમીન-મંચુરિયન ખાનારાઓ સાવચેત રહેજો: તેમાં હાજર આજીનોમોટો હૃદય રોગ અને હાયપરટેન્શનનું કારણ બને છે, બાળકો માટે પણ જોખમીકૉપી લિંક
શેર
ગુજરાતનું ફિટ કપલ અચાનક ચર્ચામાં: 85 વર્ષના દાદા અને 82 વર્ષનાં બા, 15 હજાર ફૂટ ઊંચાઈએથી છલાંગ મારી, હૃદય 20 ટકા જ કામ કરે, લવસ્ટોરી પણ ફિલ્મને ટક્કર મારે એવીકૉપી લિંક
શેર
બાળકો બીમારીથી પીડિત: સ્કૂલોમાં 3195 બાળક કિડની, હૃદય, કેન્સર, લીવર જેવી બીમારીથી પીડિતકૉપી લિંક
શેર
મધરાત્રે અંગદાન થયું: રાજકોટમાં કેશોદના ખેડૂતનું બ્રેઇન ડેડ, હૃદય, ફેફસા, લિવર, આંખો સહિતના અંગો એર એમ્બ્યુલન્સથી અમદાવાદ પહોંચ્યા, બીજાના શરીરમાં જીવિત રહેશેકૉપી લિંક
શેર